નવી દિલ્હી: શિવસેના (Shivsena) ના મુખપત્ર સામનામાં એકવાર ફરીથી પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધવામાં આવ્યું. સંપાદકીયમાં વર્ષ 2019ની રાજકીય ઘટનાઓ પર ટિપ્પણી કરવામાં આવી છે. જો કે સંપાદકીયમાં એમ પણ કહેવાયું છે કે પીએમ મોદીનો રાષ્ટ્રિય સ્તરે કોઈ વિકલ્પ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંપાદકીયમાં લખ્યું છે કે વીતેલા વર્ષમાં જે પણ થયું, તે મહત્વપૂર્ણ છે. લોકસભામાં જીતનારા મોદી-શાહ વિધાનસભાના અખાડામાં પરાસ્ત થયા. ખાસ વાત એ રહી કે મહારાષ્ટ્ર જેવું મોટું રાજ્ય તેમણે ગુમાવી દીધુ. ટોપી ઘુમાવનારા અને આપેલા વચનો તોડનારા પોતે તૂટ્યા, આવું વિતેલા વર્ષમાં થયું. 


ભારતમાતાની જય બોલનારા જ ભારતમાં રહી શકશે: કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન


સંપાદકીયમાં કહેવાયું છે કે દેશમાં રાજકીય સ્થિરતા છે પરંતુ જબરદસ્ત અસ્વસ્થતા છે. અશાંતિ જાણે સમાજમાં ઉછાળા મારી રહી છે. સમગ્ર દેશમાં આગ લાગી છે પરંતુ ભધુ ઠીક ઠાક છે એવો વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનો મત છે. બહુમત હોવા છતાં જ્યારે દેશ અશાંત હોય ત્યારે શાસકોએ આત્મચિંતન કરવું જોઈએ. 


મન કી બાત: દેશના યુવાઓને અરાજકતા પ્રત્યે નફરત-પીએમ મોદી 


જતા વર્ષમાં લોકસભા ચૂંટણી થઈ. જેમાં મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી જીતી પરંતુ આ જ વર્ષે થયેલી 3 વિધાનસભા ચૂંટણીઓમાં હરિયાણાને બાદ કરતા ભાજપે મહારાષ્ટ્ર અને ઝારખંડ જેવા બે રાજ્યો ગુમાવ્યાં. વિધાનસભા ચૂંટણીમાં લોકોએ સ્થાનિક પક્ષો માટે મતદાન કર્યું. જ્યારે રાષ્ટ્રીય પક્ષો બીજા સ્થાને પહોંચ્યાં. આમ છતાં કોંગ્રેસ જેવી પાર્ટીને આ રાજ્યોમાં સફળતા મળી. 


'પીએમ મોદીનો કોઈ વિકલ્પ નથી'
સંપાદકીયમાં લખ્યું છે કે રાષ્ટ્રીય સ્તરે જો કે આજે મોદીના નેતૃત્વનો કોઈ વિકલ્પ નથી. 2019માં રાહુલ ગાંધીના વિકલ્પને જનતાએ સ્વીકાર્યો નહીં. એટલે પીએમ મોદી માટે એકવાર ફરીથી જબરદસ્ત મતદાન થયું. વિરોધીઓમાં એકજૂથતા નથી અને સર્વસામાન્ય નેતા પણ નથી. જેનું પરિણામ એ આવ્યું કે કોંગ્રેસ લોકસભામાં 60 બેઠકો પણ મેળવી શકી નહીં. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....